Friday, May 2, 2025

મોરબી જીલ્લામાં સૌપ્રથમ વખત શિવાજી તિલક મહોત્સવનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના મેન્ટોર રાધેભાઈ પટેલ દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે પુત્રરત્નના વધામણાં બાદ શિવાજી તિલક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઈ પટેલ તથા શીતલબેનને ત્યાં તા. ૦૨-૦૬-૨૦૨૧ ને બુધવારના રોજ પુત્રરત્નના વધામણાં થતા રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ કરાવી અલગ રીતે પુત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળકનો જન્મ થતાં ગોત્રીજ કરવામાં આવે છે ત્યારે રાધેભાઈએ પુત્રનું નામ શિવાજી રાખી પવિત્ર ભારત દેશમાં શિવાજીના આગમન નિમિત્તે “શિવાજી તિલક મહોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબીના વાવડી-બગથળા રોડ પર આવેલ સ્વર્ગ પાર્ટી પ્લોટમાં “શિવાજી તિલક મહોત્સવ” નિમિત્તે ભવ્ય દેશભક્તિ લોકડાયરો યોજાયો હતો જેમાં કલાકાર તરીકે નિકુલદાન ગઢવી તથા કોમલબેન ચાવડાએ આપણા ભારત દેશને માટે આહુતિ આપી પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહિદો તથા ક્રાંતિકારીઓને યાદ કરી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી તેમજ લોકડાયરામાં ઉપસ્થિત લોકોએ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને લોકડાયરામાં 75 હજાર જેટલી રકમ એકત્રિત થઈ હતી જે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં વપરાશે. આ સાથે જ કાર્યક્રમમાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા દાન પેટીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગાંભવા પરિવારના આંગણે મારા ઘરે પુત્ર “શિવાજી” નો જન્મ થતાં તે ખુશીમાં અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને લોકોને સંદેશો મળે તે માટે “શિવાજી તિલક મહોત્સવ” નું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિની થીમ પર રાખવામાં આવ્યો છે તેમજ ક્રાંતિકારી સેના દ્વારા દાનપેટી તથા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ફ્રી માં પક્ષીઓના કુંડાઓના વિતરણનો કાર્યક્રમ આ પ્રસંગે યોજાયો હતો. અત્યારે દેશની અંદર જ્ઞાતિ-જાતિના વિવાદ થઈ રહ્યા છે પરંતુ જો દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારધારા હશે તો તમામ વર્ણ દેશને આગળ વધારશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ થકી લોકોમાં દેશભક્તિની ભાવના જાગશે અને મારા લગ્ન પ્રસંગ બાદ મે પુત્રના વધામણાં પ્રસંગે જે દેશભક્તિ થીમ મુજબ આયોજન કર્યા એનાથી પ્રેરાઈ હાલ ઘણા બધા લોકો પોતાના શુભ પ્રસંગ નિમિત્તે દેશભક્તિના આયોજનો કરી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW