મોરબી તાલુકાના બગથળા ગામ સમસ્ત આગામી તા. 19 થી 21 એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી મોટા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી પીયુષભાઈ પંડ્યા (ઘૂંટુવાળા) યજ્ઞના આચાર્યપદે બિરાજશે અને મહંત દામજી ભગત આશીર્વચન પાઠવશે.
આ મહોત્સવમાં તા. 19 ના રોજ હેમાદ્રી-દેહશુદ્ધિ કર્મ, જલયાત્રા પૂજન, પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ કરાશે અને તા. 20 ના રોજ યજ્ઞ પ્રારંભ અને શોભાયાત્રા યોજાશે તેમજ તા. 21 ના રોજ સવારે યજ્ઞ પ્રારંભ, નુતન મંદિરે ઈંડું અને ધ્વજારોહણ કરાશે અને સાંજે બીડું હોમવામાં આવશે.
આ ઉપરાંત તા. 21 ને ગુરુવારે સાંજે 6 કલાકે પટેલ સમાજવાડી બગથળા ખાતે મહાપ્રસાદ યોજાશે અને સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા બગથળા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.