મોરબી : અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ભારતના રાજદુત રણધીર જૈસ્વાલ સાથે મોરબી સિરામિક એસોસીએશન વોલ ટાઈલ્સ ડિવિઝનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ મુલાકાત કરી હતી જે મુલાકાત દરમિયાન ભારત અને અમેરીકા સાથેના સિરામીક ઉદ્યોગને લગતા ટ્રેડના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં ભારતીય દુતાવાસ તરફથી સિરામીક ઉદ્યોગ માટે બધી જ રીતે સહયોગ આપવા માટેની તત્પરતા દર્શાવી અને આવતા કવરીંગ્સ એક્સીબીસનમાં ભારતીય સિરામીક ઉત્પાદકોને મોકાની જગ્યા મળે તે માટે પણ પ્રયત્ન કરશે તેવી બાંહેધરી આપી હતી. આ ઉપરાંત, ગુજરાતના રાજયસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ જયશંકર અમેરીકાની મુલાકાતે હોવાથી ભારતીય રાજદુત મંત્રી સાથેની મીટીગમાં સિરામીક ઉધોગના વિકાસની પણ ચર્ચા કરશે.


