લ્યો કરો વાત…!! યુવાને પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તે આપવા વડાપ્રધાનને પત્ર લખ્યો
પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવમાં વધારો કરાતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે ધોરાજીના યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તે આપવા અંગે રજૂઆત કરી છે.
ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ માધવનગરમાં રહેતા મકવાણા સંકેત ભુપતભાઈ નામના યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું ભારતીય જનતા પાર્ટીની આપની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના ૩૫૦ રૂપિયા હતા. તેના રૂ.૧૦૫૦ થય ગયા છે. જે પ્રેટ્રોલનો ભાવ ૭૦ રૂપિયા હતા તેના ૧૦૪ રૂપિયા થય ગયેલ છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં ૪ વ્યકિત હોય છોકરાઓને ભણાવવા અને ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય જેથી આપ મને હપ્તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવામાં આવે એવી મારી માંગ છે.