CGIFમાં નવા કોર્પોરેટ હોદ્દાઓની પસંદગી કરાઈ
મોરબી: ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની તા.૨૭ના રોજ વર્ચ્યુઅલ બોર્ડની મિટિંગ યોજાઈ હતી. જેમાં નવા કોર્પોરેટ હોદ્દાઓની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે હરેશ ગઢવી, કાર્યકારી ચેરમેન તરીકે ભવાનસિંહ કવિયા, મેનેજીંગ ડાયરેક્ટર તરીકે સુમિત્રા ગઢવીની પસંદગી કરવામાં આવી હતી. નવ નિયુક્ત હોદ્દેદારોને એસ.કે.લાંગા, એચ.ડી.ચારણ, રાજા રૂડાચે શુભેચ્છાઓ પાઠવી હતી.
મેનેજીંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત સુમિત્રા ગઢવી MCA (માસ્ટર્સ કમ્પ્યુટર એપ્લિકેશન), LLB (મુંબઈ યુનિવર્સિટી) સુધીનો અભ્યાસ કરેલ છે. સાથે તેઓએ CGIF ચારણ/ગઢવી ક્રિકેટ ટુર્નામેન્ટ બરોડા ખાતે ૨૦૧૭, ક્રિકેટ ટુર્નામેન્ટ પેડાગડા (બનાસકાંઠા) ખાતે પ્રોજેક્ટ હેડ તરીકે રહ્યા હતા. આ શિવાય CIGF ૨૦૧૫થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મહિલા સશક્તિકરણ માટે નિર્દેશક તરીકે કાર્ય કરી ચુક્યા છે.
સુમિત્રાબેન ગઢવીએ ચારણ વિધવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે વાવર (કચ્છ) ખાતે પ્રોજેક્ટ મેનેજમેંટ કરી મહિલાઓએ બનાવેલ ૭૦૦ કિલો મીઠાઈ અને ફરસાણ વેચાણ કરાવ્યું હતું. તેમજ અમદાવાદ ખાતે કન્યા છાત્રાલય પ્રોજેક્ટ પ્રપોઝલ અને જાળવણી કાર્યક્રમ માટે પ્રોજેક્ટ કર્યા, પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશમાં સમગ્ર ચારણ યુવાનો માટે મફત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ તાલીમ અને ૨૦૨૨માં પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સ્થિત સેવા પ્રદાતા ક્લાઉડ કાંઉસિલેજ કંપની દ્વારા તેમના અનુભવ પ્રમાણપત્ર કાર્યક્રમ માટે સંકલન કર્યું, સાથે સાથે ચારણ સમુદાય માટે કાનુની બાબતો તેમજ ઘરેણું ઉલ્લંઘન અને દુર પ્રયોગના કેશોના પીડિતો માટે મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન સ્થિત કાનુની નિષ્ણાંતો ટિમ દ્વારા મફત કાનુની સહાય આપવામાં મદદરૂપ બન્યા, ૨૦૧૬થી અંધેરી મુંબઈ ખાતે સહકારી Hsg soc માટે સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે.
