Sunday, May 4, 2025

દેશદાઝ ધરાવતા મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજ અપમાન રોકવા માટે માહિતી માંગી

Advertisement
Advertisement
Advertisement

દેશદાઝ ધરાવતા મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજ અપમાન રોકવા માટે માહિતી માંગી

મોરબી: ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે. પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતાં રાષ્ટ્રધ્વજનું અપમાન થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે મોરબીના ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માહિતી માંગી છે.

જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ રાત્રિના ક્યાં સુધીના સમયગાળા સુધી લહેરાવી શકાય, રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે ત્રિરંગાનું અપમાન થાય તો ક્યાં કાયદા હેઠળ ગુનો બને છે. તથા તેને મળવા પાત્ર સજાની જોગવાઈ વિશે માહિતી આપવા રાધેભાઈએ જાહેર માહિતી અધિકારી ગૃહ મંત્રાલય ગાંધીનગરને પત્ર લખી જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માહિતી માંગી છે.

રાધેભાઈએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે. અને હજુ સરહદ પર જવાનો આપે છે. તો આપણી અને સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું. પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે. તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ નથી. જેમાં એક નિયમ એવો છે. જે જાણવા માંગે મે માહિતી માંગી છે.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW