મોરબી: ચારણ મહાત્મા પુ.ઇશરદાસજી બારહટના ૪૫૬માં નિર્વાણદિન નિમિત્તે મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા પુષ્પાવંદના અને હરિરસ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૧૦ને રવિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાક સુધી પુ.ઇશરદાસજી બારહટના નિર્વાણ દિન નિમિત્તે વાવડી રોડ પર આવેલ ‘ઇશર’ ગાયત્રીનગર શેરી નં.૭ ખાતે આવેલ ડો.કિશોરદાન એલ.ગઢવીના નિવાસ સ્થાને ઇશરદાસજીના ચરણોમાં પુષ્પાવંદના અને હરિરસ પાઠ યોજાશે.
આ તકે શાંતિલાલજી ખત્રી (મુંબઈ ભીવંડી), પ્રભાતદાન કે.બારહટ (પૂર્વ એડી.કલેક્ટર), પ્રફુલભાઇ એસ.બારહટ (અગ્રણી ઇશર પરિવાર), પ્રકાશભા ગુઢડા (પ્રમુખ રફાળેશ્વર ચારણ સમાજ), પ્રવિણદાન કે.લીલા (પીઆઈ), ભારૂભા બાવડા, પ્રભાતદાન મીસણ સહિતના ચારણ સમાજના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ તકે હરિરસ પાઠમાં પધારવા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.