મોરબીમાં ખજૂરભાઈના હસ્તે અક્ષર ડેકોરનું ઉદ્ધાટન કરાયું

મોરબીના હાર્ટ એવા રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે અક્ષર ડેકોરનું ભવ્ય થી ભવ્ય ખજૂરભાઈ (નીતિન જાની)ની પુરી ટીમ દ્વારા ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ હતું. અક્ષર ડેકોરના ઉદ્ધઘાટન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર ડેકોરના ઓનર જયદીપભાઈ ડાભી તેમજ રક્ષીતભાઈ ખીરૈયા દ્વારા મુખ્ય મહેમાન ખજૂરભાઈ (નીતિન જાની) અને તેમની ટીમના મેમ્બરોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ખજૂરભાઈના હસ્તે અક્ષર ડેકોરનું ઉદ્ધાટન કરાયું હતું
.

આ પ્રસંગે મોરબી નગર પાલિકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારિયા, ભાજપ પ્રદેશ સોસીયલ મીડિયા સહ ઇન્ચાર્જ અનિલભાઈ જેઠલોજા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ. ડો. હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા મહિલા મોરચો પ્રમુખ સંગીતાબેન ભીમાણી, ઉપ પ્રમુખ ભાવનાબેન ગોસાઈ, મહામંત્રી રસીલાબેન ચાપાણી તેમજ કોષા અધ્યક્ષ દક્ષાબેન જોશી, મીડિયા ઇન્ચાર્જ ક્રિષ્નાબેન બુધ્ધભટ્ટી, અજંતા સ્કેલના ઓનર વિજયભાઈ જાલેરા, વિરપરડા ગામના સરપંચ અજયસિંહ જાડેજા, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, માણેકવાડા ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખજૂરભાઈ અને તેમની ટિમ દ્વારા મહેમાનોને મનોરંજન કરાવ્યું હતું.
