મોરબી-માળિયા યુથ ક્રોંગ્રેસ દ્વારા હોળી નિમિત્તે ગરીબ બાળકોને ખજૂર, ધાણી, દાળિયાનું વિતરણ કરાયું
મોરબી: આજે હોળી નિમિત્તે મોરબી-માળિયા યુથ ક્રોંગ્રેસ દ્વારા અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મોરબી તાલુકાના ગોરખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડીયા તથા મોરબી-માળિયા વિધાનસભા યુથ ક્રોંગ્રેસના સંદિપભાઈ કાલરીયા દ્વારા મોરબીના મયુર પુલ, નવલખી રોડ સહિતના વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીમાં વસતા બાળકોને હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે ખજૂર ધાણી દાળિયાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભાવો પાટીદાર, ભવ્ય શેરસીયા, ક્રિપાલ મેંદપરા, ઉપપ્રમુખ મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના ચિંતન રાજયગુરૂ, ભાવીનભાઈ જોડાયા હતા.
