Friday, May 2, 2025

બગથળા ગામમાં એસપીના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

બગથળા ગામમાં એસપીના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો

મોરબી જીલ્લામાં વધતા જતા વાહનચોરી અને ઘરફોડ ચોરીના બનાવો વચ્ચે આજે બગથળા ગામમાં પોલીસ દ્વારા આયોજિત લોક દરબારમાં ઘરફોડ ચોરી, બેટરી ચોરીની ફરિયાદ ઉપરાંત સમયસર ફરિયાદો ના નોંધાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી

મોરબીના બગથળા ગામમાં આજે જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં ગામના સરપંચ, આસપાસના ગામોના સરપંચ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોક દરબારમાં વિવિધ રજૂઆત અને પ્રશ્નો સંભાળવામાં આવ્યા હતા જેના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા તેમજ વહીવટી પ્રશ્નો સમયસર વહેલી તકે નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી

તો હાલ હોળીનો તહેવાર નજીક છે જયારે પરપ્રાંતીય શ્રમિકો વતનમાં પરત જતા હોવાથી ચોરીની શક્યતાઓને ધ્યાને લઈને લોકોને જાગૃત રહેવા જણાવ્યું હતું સાથે જ ખેતરમાં રાખવામાં આવતા ખેત મજુરો અને ફેક્ટરીના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાવવા, સીસીટીવી કેમેરા લગાવવા જણાવ્યું હતું તો લોક દરબારમાં બગથળા અને આસપાસના ગામોમાં ઘરફોડ ચોરી, બેટરી ચોરીની વ્યાપક ફરિયાદો જોવા મળી હતી એટલું જ નહિ ચોરીના બનાવોમાં સમયસર ફરિયાદ લેવામાં આવતી ના હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું જે અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી તો બગથળા આસપાસના વિસ્તારમાં રોજડા વધુ હોવાથી શિકારી ગેંગ ખેતરમાં વાહનો ચલાવતા હોવાથી ખેતરમાં પાકોને નુકશાન થતું હોવાની રજૂઆત કરી હતી જેથી પોલીસ પેટ્રોલિંગ વધુ કરે તેવી માંગ કરી હતી. જે લોક દરબારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા ઉપરાંત એએસપી અતુલકુમાર બંસલ, તાલુકા પીઆઈ વિરલ પટેલ, એસઓજી અને એલસીબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW