Saturday, May 3, 2025

મોરબી ખાતે ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા માટે કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલાં તમામ વેપારીઓ માટે ઓનલાઈન ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ સ્થળ પર જ મેળવવાની ઉત્તમ તક

મોરબી : મોરબી જીલ્લાના ખાદ્યચીજના તમામ ઉત્પાદકો, પેકર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, સંગ્રાહકો, ફેરીયાઓ, કોલ્ડ સ્ટોરેજ ધારકો, હોટલ, રેસ્ટોરન્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ટ્રાન્સ્પોર્ટર્સ વગેરે કે જેઓ ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલ હોય તેઓ તમામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 ના કાયદા હેઠળ ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજિયાત હોય, તે માટે ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મોરબી દ્વારા તા. 08/03/2022 ના રોજ ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જિલ્લા સેવાસદન, બ્લોક-સી, સો- ઓરડી વિસ્તાર, સામાકાંઠે, રૂમ નં. 229 અને 230, બીજો માળ, મોરબી મુકામે સવારે 10 કલાકથી કેમ્પ યોજાશે જેમાં કચેરીના જ કર્મચારીઓ/અધિકારી દ્વારા ઓનલાઈન અરજી સ્થળ પર જ કરીને સ્થળ પર જ વેપારીઓને ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવશે.

રૂ. 12 લાખથી ઓછાં વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે અને રૂ. 12 લાખ કરતાં વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ લાયસન્સ મેળવવાનું રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ધંધાના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ધંધાના માલિકનું આધારકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ (રહેઠાણના પુરાવાવાળું), ધંધાના સ્થળનો માલીકી કે ભાડુઆતી પુરાવો (લાઈટબીલ/વેરાપાવતી/ભાડા કરાર વ.), ધંધાના વાર્ષિક ટર્નઓવર અંગેનો પુરાવો, ધંધાના માલિકનું મેઈલ આઈ ડી. વગેરે પુરાવા રજુ કરવાના રહેશે.

ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ફી ની રકમ એક વર્ષ માટે રૂ. 100 (મહત્તમ પાંચ વર્ષની ફી રૂ. 500 ભરી શકાશે અને ફી ઓનલાઈન ગુગલ પે/ફોન પે વ. થી ભરી શકાશે) ભરવાની રહેશે જયારે સ્ટેટ ફુડ લાયસન્સ માટે ફી ની રકમ એક વર્ષ માટે રૂ. 2000, રૂ. 3000 અથવા રૂ. 5000 (ધંધાની કેટેગરી મુજબ) (મહત્તમ પાંચ વર્ષની ફી ભરી શકાશે અને ફી ઓનલાઈન ગુગલ પે / ફોન પે વ. થી ભરી શકાશે) ભરવાની રહેશે.

વધારે માહિતી માટે ડેઝીગ્નટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બ્લોક-સી, બીજો માળ, રૂમ નં. 229-230, મુખ્ય સેવા સદન, સો ઓરડી વિસ્તાર, સામા કાંઠે, મોરબીની કચેરીનો રૂબરૂ સંપર્ક તેમજ ફોન નં. 02822-241013 પર કરી શકાશે. માન્ય લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ખાદ્ય પદાર્થનો વેપાર કરવો તે વિષયોક્ત કાયદા અન્વયે દંડ અને સજાને પાત્ર ગુનો બને છે તેમ કરવામાં કસુર થયેથી ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર વેપાર કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસરની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW