વાંકાનેરના હસનપર ગામની સીમમાંથી છ મહિના પહેલા સગીર વયની બાળકીનું અપહરણ કરીને ભગાડી જનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડીને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી છે.
મોરબી જીલ્લામાંથી થયેલા સગીર બાળકોના અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન વાંકાનેરના હસનપર ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી સીરામીકમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ અને ભોગ બનનાર બંને વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોવાની બાતમી મળતા ટીમે તપાસ કરીને ત્યાંથી આરોપી દિનેશ ગુલુભાઈ ગુંડિયા (ઉં.વ. 30, રહે. હાલ. મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી બાદમાં આરોપીને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને હવાલે કર્યો હતો.