મોરબી તાલુકાના રફાળીયા ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને તાલુકા પોલીસે ઝડપી પાડીને રોકડ રૂ. 18,240 કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રફાળીયા ગામે મચ્છોનગરમાં આવેલ દુકાનના ગેટ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પ્રાગજીભાઇ વાલાભાઇ ઈન્દરીયા, વલ્લભદાસ હીરદાસ પરમાર, અમિતભાઇ હીરદાસભાઇ પરમાર અને અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. 18,240 જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.