મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર જાંબુડિયા બ્રિજ નજીકથી મોરબીના આધેડ પસાર થતા હોય ત્યારે તેનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા આધેડનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કુબેર સિનેમાં પાછળ શોભેશ્વર રોડ ઉપર રહેતા રાજેશભાઈ દાનસીંગભાઇ અગેચાણીયા મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે જાંબુડિયા બ્રિજ નજીક તેનું મોટર સાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.