મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઈ.ટી.આઈ. ના શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજરોજ તા. 03 ને ગુરુવારના રોજ સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે આઈ.ટી.આઈ. મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઈ.ટી.આઈ. મોરબીના શિક્ષક ચિરાગભાઈ ગામી, શાળાના આચાર્ય વી.બી. જાની, શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા અને યુ.એસ.ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને કેરિયરલક્ષી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી આઈ.ટી.આઈ. માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. અંતે કેરિયરલક્ષી માહિતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
