.
રાજ્ય સરકાર દ્વારા શાળા ના બાળકો ની સતત દરકાર રાખવા માં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળા ના બાળકો ની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ છે. બાળકો માં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડી ઓ અને શાળા પર કે અંગળવાડી પર ના જતા હોય એવા બાળકો ને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવા માં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરા સાહેબની સૂચના અને પ્રા. આ. કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા સાહેબના નિર્દેશનુસાર સબ સેન્ટર જોધપર(નદી) વિસ્તાર માં આવેલ વિવિધ શાળાઓના આસરે ૧૦૦૦ બાળકોને આરોગ્ય કર્મચારી શ્રી દિલીપભાઈ દલસાનિયા અને કુ. પિંકલબેન પરમાર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવા આવી હતી.
આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન શ્રીમતી હંસાબેન ગોરધનભાઇ સોલંકી તેમજ ગોરધનભાઇ વિરજીભાઈ સોલંકી એ ખાસ હાજરી આપી અને બાળકો ને કૃમિનાશક ગોળી પીવડાવી હતી.