મોરબીમા સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે 11 બોટલ બ્લડની જરૂરીયાત ઉભી પડતા મોરબી સતવારા બ્લડ ગ્રુપ ના લખનભાઈ હડિયલ ને જાણ કરવામાં આવી હતી. સતવારા સમાજ માટે હંમેશા અગ્રેસર રહેતું મોરબી સતવારા બ્લડ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 11 બોટલ બ્લડ ની વ્યવસ્થા સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે કરવામાં આવી હતી. જે માટે થયને દર્દીના પરીવાર દ્વારા સતવારા સમાજ બ્લડ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી સતવારા બ્લડ ગ્રુપ વતી લખન ભાઈ હડિયલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સતવારા સમાજ ને ગમે ત્યારે મોરબી મા બ્લડ ની જરૂરીયાત જણાય ત્યારે તેમના નંબર 9099358468 સંપર્ક કરી શકાશે તથા સતવારા સમાજ ના લોકો ને વિનંતી કે સેવા ના આ કાર્યમાં જોડાવા માટે તેમનુ નામ, બ્લડ ગ્રુપ સહિતની વિગત 9099358468 પર વ્હોટસએપ કરવા અનુરોધ કર્યો હતો.





