મોરબી એલસીબી ટીમે રાજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રૂ. 1,17,500 સાથે ઝડપી પાડ્યા હતા જયારે એક શખ્સ ત્યાંથી નાસી છૂટતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રાજપર ગામે માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કરીને જુગાર રમતા મનસુખભાઇ હરખાભાઇ પટેલ, કિશોરભાઇ કલ્યાણજીભાઇ પટેલ, કાંતિભાઇ મગનભાઇ પટેલ, નાનજીભાઇ વિઠ્ઠલભાઇ પટેલ અને સુરેશભાઇ ઉર્ફે બાબુભાઇ બચુભાઇ પટેલ (રહે. બધા મોરબી) ને રોકડ રૂ. 1,17,500 સાથે ઝડપી પાડ્યા હતા જયારે શાંતિલાલ ગોરધનભાઇ બાવરવા (રહે. બરવાળા, મોરબી) ત્યાંથી નાસી છુટતા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ નાસી છૂટેલ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.