મોરબીના લાલપર નજીક આવેલ અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બુલેટ બાઈકની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા અશોકકુમાર રામસિંહ ચૌધરી (ઉં.વ.30) એ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેનું રોયલ ઈનફિલ્ડ બુલેટ 350 EFI બ્લેક કલરનું RJ-10-SQ-4173 (કીં.રૂ. 70,000) ગત તા. 13/12/2021 ના રોજ લાલપર નજીકના અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસે અશોકકુમારની ફરિયાદના આધારે અજાણયા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.