મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી.ની બદી સદંતર નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અંગે ના.પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ તથા ઇ.સી.પી.આઇ. મોરબી એમ.આર.ગોઢણીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા મીયણા નેશનલ હાઇવે પર અશોક લેલન્ડ ટેંપોના ઠાઠામાંથી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી સંદીપભાઇ માવજીભાઈ મેરજા ઉ. વ.૪૦ રહે. મહેન્દ્રનગર તેમજ વિજયભાઈ જયંતી ભાઇ અઘારા રહે. જુના દેવળીયા આમ બંને આરોપીને વિદેશીદારૂના જથ્થા સાથે પકડી ગણનાપાત્ર કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૧૪૦ કિ.રૂ.૪,૨૭,૫૦૦/ તેમજ અશોક લેલન્ડ કંપનીનો દોસ્ત પ્લસ ટેંપો નં- GJ-36-T-5859 ની કિંમત રૂપીયા ૨,૦૦,૦૦૦ તેમજ વીવો કંપનીનો ૧૮૨૦ મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ.-૨,૦૦૦/ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા તથા ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા તથા માળિયા પોલીસ ટીમ દ્વારા બે આરોપી પકડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવી હતી.
