હળવદના માનગઢ ગામની કોબાવાળી સીમમાંથી હળવદ પોલીસે ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી સ્થળ ઉપર હાજર નહી મળતા તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માનગઢ ગામની કોબાવાળી સીમમાં આરોપી મેહુલભાઈ લાભુભાઈ કોળી (રહે.માનગઢ)એ વેચાણ કરવાના ઈરાદે રાખેલ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ-૪૮ (કિં. રૂ.૧૪,૪૦૦) મળી આવતા વિદેશી દારૂ કબ્જે કરી આરોપી મેહુલભાઈ કોળી હાજર નહિ મળતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.