મોરબીમાં હાલમાં જ સેવાકાર્યના મુખ્ય ઉદ્દેશ્યથી શરૂ થયેલ “અનસ્ટોબલ વોરિયર્સ” દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવાની શરૂઆત કરી છે. જેમાં મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રક્તની જરૂરિયાત પુરી પાડવા ગ્રુપ દ્વારા અલગ-અલગ બ્લડ ગ્રુપના વોટસપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

ત્યારે આજરોજ અનસ્ટોબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમા આવેલ પ્રાથમિક શાળાના 6 થી 8 ના વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ વિશે માહિતી આપી હતી. અનસ્ટોબલ વોરિયર્સ ગ્રુપના મેન્ટોર હેતલબેને જણાવ્યુ હતું કે, અભ્યાસ કરતી બાળાઓને કિશોરી તાલીમ આપી જેથી બાળાઓ પોતાના શરીરમાં થતાં બદલાવની જાણ થાય અને આવા સમયમાં મનોબળ મજબૂત રાખીને અભ્યાસ કરી શકે તેથી અમારા ગ્રુપ દ્વારા અભ્યાસ કરતી બાળાઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું હતું.
