મોરબી તાલુકાના ખાખરાળા ગ્રામ પંચાયતની ચૂંટણીને ગામના યુવા આગેવાનો તેમજ વડીલો અને સમસ્ત ગ્રામજનોના સહકારથી સમરસ બનાવી છે અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી ગામના સરપંચ તરીકે નાગદાનભાઈ જીવાભાઈ સવસેટાએ ફોર્મ ભર્યું છે. તેમજ ખાખરાળા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ બિનહરીફ ફોર્મ ભર્યું છે. આમ આ ગ્રામ પંચાયત સમરસ બની છે.