Monday, May 5, 2025

મોરબીના લાલપર ગામે લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતો સંચાલક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામે લાયસન્સ વગરની આડેધડ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા પરપ્રાંતીય સંચાલકને એસઓજી પોલીસે દબોચી લઈ આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ સનગ્લોસ કારખાના રોડ ઉપર આવેલ રેન્બો લેમીનેટસ પ્રા.લી યુનીટ -૨ કારખાનામાં આરોપી સેરસિંગ છતરસિંગ લોધી (ઉ.વ.૬૦) રહે. હાલ.રેન્બો લેમીનેટસ પ્રા.લી યુનીટ -૨ સનગ્લોસ કારખાના વાળો રોડ, મૂળ રહે.નીમોન ગામ તહસીલ- નીમોન જીલ્લો-સાગર (એમ.પી) વાળા પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા માટે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા ઝડપાયો હતો. જેને પગલે પોલીસે સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી દરમિયાન મોરબી એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા સંદિપભાઇ માવલા સહિતના ફરજ પર હાજર રહયા હતા.

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW