માળીયાના (મિ) મોટા દહિસરા ગામે પોલીસની માહિતી આપતા હોવનું કહી માં-દીકરીને પાંચ શખ્સોએ અપશબ્દો કહી તેમના ઘરની બહાર રહેલા બાઈકમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોધાવમાં આવી છે.
મળતી વિગતો મુજફ માળિયા (મિં)ના મોટા દહીસરા ગામે રેહતા મયુરભાઈ જયસુખભાઈ જોષી (ઉ.વ.૨૯)એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેનાજ ગામમાં રેહતા અજયસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવતસિંહ જાડેજા, પ્રવીણ બચુભાઈ જોષી, ભગીરથસિંહ હેમતસિંહ પરમાર અને ભગીરથસિંહ જગુભા જાડેજા સહિતના પાંચ શખ્સોએ તેમન ઘરે આવ્યા અને તેની માતા દક્ષાબેન અને તેની બહેન પૂજા ઘરે હોય ત્યારે આ પાચ્યે શખ્સોએ આવીને કહેલ કે તમે પોલીસને માહિતી આપો છો તેમ કહી ગાળો આપેલ અને ફરિયાદીના ઘર પાસે રહેલો વડો ઉપયોગ કરતા હોય તેનો ખાર રાખી ગાળો આપી અને બહાર પડેલું બાઈકમાં તોડફોડ કરી હોય જે બાબતે માળિયા (મિં) પોલીસે ફરિયાદ નોધી આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગેની વધુ તપાસ હેન્ડ કોન્સ્ટેબલ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે.