Monday, May 5, 2025

વાંકાનેરની અમરનાથ સોસાયટી સામેથી કારમાં રહેલ 500 લિટર દેશી દારૂ સાથે 2 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરની અમરનાથ સોસાયટીની સામેથી કારમાં રહેલ 500 લિટર દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દેશી દારૂનો જંગી જથ્થો લઈને ચોટીલા તાલુકાના કુંભારા ગામના મયુરભાઈ બાબુભાઈ સારોલા અને સંજયભાઈ ધનજીભાઈ અધારા નામના બન્ને શખ્સો ટાવેરા ગાડી નંબર GJ-23-H-1811માં દેશી દારૂનો જથ્થો ભરીને નીકળ્યા હતા. દારૂનો જંગી જથ્થો મોરબી પંથકમાં ઠલવાઇ તે પહેલા જ પોલીસે વાંકાનેરની અમરનાથ સોસાયટીની સામે નેશનલ હાઈવે રોડથી અટકાવી તલાસી લઈને કાર અટકાવી હતી. જે દરમિયાન કારમાંથી 10 બાચકા દારૂ 500 લીટર (કી.રૂ.10,000)નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે કાર સહિત કુલ 1,10,000ના મુદામાલ સાથે બન્નેને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીના કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,759

TRENDING NOW