
મોરબીના નારણકા ગામે મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને રમેશભાઇ મેરજા (આઇએએસ)નું વિશેષ બહુમાન કરાયું હતું.
નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા યોજાયેલ ધાર્મિક પ્રસંગે પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ મંત્રી તથા રમેશભાઇ મેરજા (આઇ.એ.એસ)નું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે મેરજા પરિવારના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બગથળા મંદિરના મહંત દામજીભગત અને કબીર આશ્રમના મહંત સિવરામબાપુ આશીર્વાદ પાઠવ્યા હતા. મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે હળમતીયા, બગથળા, થોરાળા, મહેન્દ્રનગર, માનસર, નારણકા અને ચમનપર સહિતના ગામોના મેરજા પરિવારના સભ્યો દ્વારા રમેશભાઈ મેરજા આઇ.એ.એસ. બનતા તથા બ્રિજેશભાઈ મેરજાને રાજય મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ બન્ને ભાઇઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરીયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ હીમોગ્લોબિન ચેકઅપ તથા ફી મેડીકલ ચેકઅપ, ફી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રંસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મેરજા પરિવારના વડીલો દ્વારા મળેલા આશીર્વાદ અને સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ છે. પરિવાર દ્વારા મળેલ સન્માનનું વિશેષ મહત્વ રહેલું છે. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીવાસીઓને જલારામ જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા મોરબી પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, રાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, અગ્રણી જિજ્ઞેશભાઇ કેલા, જયુભા જાડેજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, એપીએમસીના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઇ, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ- માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બી.પી. જોષી, મામલતદાર ડી.જે. જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને મેરજા પરિવારના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.
