ટંકારા તાલુકાના હરબટિયાળી ગામ નજીક કારખાનાના આવેલ કૂવામાં પડી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ટંકારાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન નામના કારખાનામાં રહેતા અને મજૂરીકામ કરતા મૂળ મોરબી લાયન્સનગરના રહેવાસી નરેશગીરી ચંદુગીરી ગોસ્વામીના માતા કાન્તાબેન (ઉ.વ. ૬૫) માનસિક અસ્વસ્થતાને કારણે કારખાનામાં આવેલ કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.