Saturday, May 10, 2025

જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી એક્સપોર્ટમાં પડતી મુશ્કેલી અંગે વિદેશમંત્રીને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી એક્સપોર્ટમાં પડતી મુશ્કેલી અંગે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારિયાને રજુઆત કરવામાં આવી હતી. જેથી આ બાબતે સાસંદ તથા સિરામિક એસોસિએશન સહિતના હોદેદારો સાથે વિદેશમંત્રીને રજૂઆત કરાઈ હતી.

જીસીસી દેશોમાં મોરબી સિરામિક ઉત્પાદનો ઉપર લાદવામાં આવેલ એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પશ્ને મોરબી સીરામીક એસોસિએશનની રજુઆતને ઘ્યાને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને વિદેશમંત્રી એસ.જયશંકરને નવી દિલ્હી ખાતે રૂબરૂ મળીને એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. આ પશ્ને વિદેશમંત્રી હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીના પશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી.

Related Articles

Total Website visit

1,502,881

TRENDING NOW