(મહેશ ચાવડા દ્વારા): ગુજરાત રાજ્ય ગુરુવંદના પંચની રચના કરવામાં આવી છે. જેમાં દેહાણ જગ્યાના ગુરુ પરમ પરાના સંતો મહંતો જોડાયા છે. આના આના અનુસંધાને લઇ હાથી જણ લાલ ગેબી આશ્રમમાં મહાદેવ બાપુના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના સંતોનું મહાસંમેલન યોજાયુ હતું.
આ તકે સમગ્ર ગુજરાત રાજ્યના પ્રમુખ મહામડેલેશ્વર મહંત કની રામ બાપુ પ્રમૂખ ગુજરાતપ્રદેશ મહા મહામડેલેશ્વર લલિત કિશોર દાસજી મહારાજ તથા સાયલા (ભગતનું ગામ) જગ્યાના મહંત દુર્ગા દાસજી મહારાજ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગૂજરાત મહા સંચિવ કબીર આશ્રમના મહંત શિવરામ દાસજી મહારાજ તેમજ મોરબી જિલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજ (હળવદ), ઉપપ્રમુખ મહંત દામજી ભગત તેમજ મંત્રી તરીકે મહંત ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ ખાતે સર્વ ઉપસ્થિત રહી સર્વ સંતોની સહમતિથી લઈને નિમણુંક કરવામાં આવેલ છે. આશ્રમના શિષ્ય મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.