મોરબી જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, જીલ્લામાં ખેડૂતોને પિયતની સીઝન ચાલી રહી છે. જેમાં વીજકાપના પગલે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખેડૂતોને વીજકાપના કારણે શિયાળુ પાકનું આયોજન કરવું કે કેમ ? તે મુશ્કેલી છે, તેમજ હાલમાં જે વીજકાપ આવી રહ્યો છે. તેનો એક સમય કરવામાં આવે તો ખેડૂતોના સમય અને ખર્ચ બચે ઉપરાંત ચોમાસામાં થયેલ નુકશાનનું ગામેગામ સર્વે કરીને ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા ગૌતમભાઈ વામજા દ્વારા માંગ કરવામાં આવી છે.