પ્રભારી મંત્રી દેવાભાઇ માલમએ જિલ્લાના વિકાસ કાર્યોની વિગતો મેળવી
મોરબી: પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીના વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલ હતી. આ બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિેજેશભાઇ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુવારે બપોરે ચાર વાગ્યે મોરબી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો તેમજ વિવિધ ગ્રાન્ટો અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા આયોજન વિભાગની વિવિધ ગ્રાન્ટ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરી તાત્કાલીક કામો શરૂ કરવા અને નવા કામોની દરખાસ્ત કરવા પણ ચર્ચા હાથ ધરવા પ્રભારી મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય તેમજ અન્ય વિભાગો હસ્તકની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી જીજ્ઞેશ બગીયા, કાર્યપાલક ઈજનેર બી.પી. જોશી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.