Monday, May 5, 2025

મોરબી જિલ્લામાં ગૌચરની જમીન પર દબાણ કરનાર શખ્શો વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા મોરબીના માલધારી અગ્રણી રમેશભાઈ રબારી દ્વારા ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રીને તથા જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનઅધિકૃત દબાણો થયા હોય જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે, પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો પર સંબંધકર્તા લોકોએ ભારે પ્રમાણમાં દબાણો કરેલ છે અને આ બાબતે સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અગરતો ઈરાદાપૂર્વક કરાવાતા નથી જેથી આવા ગૌચરની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણોને જાણવા છતા નજર અંદાજ કરનાર અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેવિંટ એકટ હેઠળ કડક પગલા માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,769

TRENDING NOW