મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ગામે રહેતા ૩૮ વર્ષીય સંદિપ રૂગનાથભાઈ જેઠલોજા એ લક્ષ્મીનગર પાસે પોતાની ઓફિસમાં ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત નોંધ કરી મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.