મોરબીના ભડિયાદ ગ્રામ ગ્રામ પંચાયતના રહીશોને લેન્ડ કમિટીમાં મંજુર થયેલા પ્લોટ મળવા માળિયા વનાળીયા સોસાયટીના રહીશોએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. અને જો ૧૦ દિવસમાં પ્લોટ આપવા અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લેવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની રહિશોએ ચીમકી ઉચ્ચારી છે.
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અનિલભાઈ આંબલીયાએ ડીડીઓને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, તા. ૧૧-૧૨-૨૦૨૦ ના રોજ જીલ્લા પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ કરેલ અને તા. ૧૧-૦૧-૨૦૨૧ ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત બાહેંધરી આપેલ કે ચૂંટણી અને આચાર સંહિતા પૂરી કોલમ નં ૦૮ માં પ્રાંત અધિકારી પાસે સુધારો કરાવી લેશું કોર્ટ કેસ નં ૩૩૫/૫ અને ૩૩૬/૫ તા. ૧૮-૦૨-૨૦૨૧ ના રોજ પૂરો થયે પ્રાંત અધિકારીએ પ્લોટોના લાભાર્થીને પ્લોટ મળી રહે તે માટે કોલમ ૮ માં સુધારો કરવા ૧૦૦ ચો.વાર ના પ્લોટ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી મોરબીને તા. ૩૦-૦૨-૨૦૨૧ ના રોજ રજૂઆત કરી હતી.
છતાં આઠ મહિના વિત્યા છતાં આજદિન સુધી કોલમ નં ૦૮ માં સુધારો થયેલ નથી તેમજ ભડિયાદ ગ્રામ પંચાયતે નવું ગામતળ કરેલ નથી જેથી પ્રાંત અધિકારી કોઈ રાજકીય નેતા તેમજ પુંજીપતિઓના નેજા હેઠળ કામ કરતા હોય તેવું જણાય છે. કોલમ ૮ માં સુધારો કરતા નથી અને આર્થિક તેમજ સામાજિક રીતે પછાત લોકોની તપાસ કરવાના આદેશ કરીને પ્લોટના ફાળવવા પડે તેવી તપાસના આદેશ ટીડીઓને આપે છે. જેથી આવા આર્થિક અને સામાજિક પછાત લોકોને કાયદા પ્રમાણે મળતા લાભોથી વંચિત રહી ના જાય તે માટે વિનંતી કરવામાં આવી છે. અને પ્લોટ મળશે કે નહિ તેની ૧૦ દિવસમાં ચોક્કસ નિર્ણય નહિ આવે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.