માળીયા (મિ) તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતો યુવાન આંકડીયા વાઢ ખાતે જીગા મારવા ગયેલ હોય જે મીઠાના અગરના પાળા તોડી નાખતો હોવાનો શક જતા ચારેક આરોપીઓએ યુવાન સાથે માથાકૂટ કરી યુવાનના ચારેક બાઇકમાં પથ્થરના છુટા ઘા ઝીંકી બાઈક સળગાવી નાંખયાની માળીયા (મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મિ) તાલુકાના અંજીયાસર ગામના સિકદંરભાઇ જુસબભાઇ જંગીયા ( ઉ.વ.૧૯) એ આરોપીઓ વલુ આમદ કટીયા રહે.આંકડીયા વાંઢ, રણમલ હાજી નોતીયાર રહે.અંજીયાસર, સલીમ ફતેમામદ કટીયા રહે.હરીપર, મહેબુબ હાજીભાઇ સાયચા રહે . સુરજબારી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૬ ના રોજ રાત્રીના આંકડીયા વાંઢમા જીગા મારવા માટે ગયેલ જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ મીઠાના અગરના પારા તોડી નાખતા હોવાની શક વહેમ રાખી આરોપીઓએ ફરિયાદીને બેફામ ગાળો આપી હતી જેથી ફરિયાદીએ તેને અટકાવતા તમામ આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને જાનથી મારી નાખવાની ઘમકી આપી ફરીયાદી તથા સાહેદના ચાર મોટર સાયકલને પથ્થર વડે નુકસાન કરી આગ ચાંપી મોટર સાયકલ સળગાવી દઇને આશરે રૂ .૪૦,૦૦૦ નુ નુકસાન કર્યું હતું . આ ફરિયાદના આધારે પગલે માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.