માળીયામિયાણા તાલુકાના દહીસરા ગામના પાટીયા પાસે રેલવેના પાટા ઓળંગતી વેળાએ માલગાડીને અડફેટે ચડનાર યુવાનનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ નાના દહીસરા ગામના પાટીયા પાસે પીરુલાલ મદન લાલ ચોહાણ નામના ૨૬ વર્ષીય યુવક રેલ્વે લાઇનના પાટા ઓળંગવા જતા હતા તે દરમ્યાન અકસ્માતે માલગાડી (ટ્રેન) ની હડફેટે
આવી જતા તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.