મોરબી શહેરની ત્રાજપર ચોકડી નજીકથી પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં અન્ય એક આરોપીની નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ચોકડી નજીક પસાર થતી સ્વીફ્ટ કારને પોલીસે અટકાવી તલાસી લેતા કારમાં સવાર રવિ નિલેષભાઇ વરાણીયા (ઉવ-૨૬રહે.કુબેર ટોકીજ પાછળ), હિતેષ ભુપતભાઇ ડાભી (ઉવ-૨૬ રહે.ટંકારા ઉગમણા નાકા પાસે), સાગર રમેશભાઇ અદગામા (ઉવ-૩૧ ૨હે.મોરબી-૨ કુબેર સિનેમા) ને ચીકાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા વધુમાં સ્વિફટ કાર રજી નં-GJ-13-N-1334 માથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૦૭ બોટલ (કિં. રૂ ૨૬૨૫) ના મુદામાલ ઝાડપતા પોલીસે આગળની કર્યાવહી હાથ ધરી હતી આ દારૂનો જથ્થો રવિ રમેશભાઇ વિંજવાડીયા રહે.મોરબી-૨ સિલ્વર સોસાયટીવાળા પાસેથી ખરીદ્યો હોવાથી આ શખ્સને પોલીસે ફરાર જાહર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.