(અહેવાલ: મહેશ ચાવડા માળીયા મી): માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના જન્મદિવસની ઉજવણી બીનજરૂરી ખર્ચ ના કરીને પોતાની સુઝબુઝ પુર્વક પોતાની શાળાના વિદ્યાર્થીઓને બટૂક ભોજન કરાવી કરાઇ.
માળિયા (મી) તાલુકાની શ્રી જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી
કરી હતી. જાજાસર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવભાઈ કાનગડ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ માળિયા તાલુકાના અધ્યક્ષ તેમજ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ સહ કન્વીનર મોરબી જિલ્લા પ્રેરણારૂપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલના સમયમાં અન્ય ખોટા ખર્ચ ન કરતા તેઓ પોતાની જ શાળાના તમામ વિદ્યાર્થીઓની બટુક ભોજન કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા તમામ વિધિયાર્થી તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા,ચેતનભાઇ વોરાએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.