મોરબી તાલુકાના ઉચી માંડલ ગામની સીમ રોડ પર ટ્રકે એક્ટિવને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળાને જોડતા રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામની સીમમાં રોડ પર ટ્રક ડમ્પર નં- GJ-J-05-B-X-5814 ના ચાલકે ટ્રક ડમ્પર પુરઝડપે રીવેસ ચલાવી પાછળ આવતા એક્ટીવા
મોટર સાયકલ નં- GJ-36-A-A- 4606 ઉપર ડમ્પરના ટાયરનો જોટો ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવનો ભુક્કો બોલી ગયો હતો. આ અંગે ચેતનભાઇ ભીમજીભાઇ ગોઢવીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.