Tuesday, May 6, 2025

બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની ખરીદી માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે થતાં ખેતી ખર્ચ (યુનિટ કોસ્ટ) રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ હેકટર ને ધ્યાને લઇ ૪૦% અથવા મહત્તમ રૂ. ૨૦,૦૦૦/- પ્રતિ હેકટર અને મહત્તમ ખાતાદીઠ બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૬૬ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭- તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,785

TRENDING NOW