Tuesday, May 6, 2025

ભડીયાદ નજીક કારખાનામાથી પથ્થર ચોરી વેચવા નીકળેલ ત્રણ ઇસમોની ટોળકી ઝડપાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલકુાના ભડીયાદ ગામ નજીકથી ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના બાચકાના ચોરાઉ માલ સાથે ત્રણ આરોપીની ટોળકીને મોરબી તાલુકા પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ અજીતધસિંહ પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી કે મોરબી તાલકુાના ઇસમો એક સી.ડી ડીલક્ષ બાઇક નં- GJ-03-KS-175માં પેબલ (પથ્થર)નો ચોરાઉ માલ વેચવા, સગેવગે કરવા જવાની પેરવી કરી ભડીયાદ કાંટા પાસેથી નીકળનાર છે. આ બાતમીને પગલે પોલીસ સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરતા તપાસમા
ચેતનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૦ રહે. ક્રાઉન સીરામીક),
મહેશભાઇ તાવીયા (ઉ.વ.૨૩ રહે. ભડીયાદ) નામના બે શખ્સો બાઇકમાં ચાર બાચકામા ગ્લેજના બોઇલમીલમા વપરાતા પેબલ (પથ્થર) ભરી નીકળતા ઝડપાયા હતા. પોલીસે પછુપરછ કરતા આ ઇસમોએ ક્રાઉન સીરામીકમાથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

આ ઉપરાંત અન્ય ૨૭ બાચકા ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતરુભાઇ ઝાપડીયાએ ભાડેથી રાખેલ મકાનમા સંગ્રહ કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તપાસ કરતા ભાવેશ ચતરુભાઇ ઝાપડીયા હાજર મળી આવેલ । તેમજ ગ્લેજના બોઇલમીલમાાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૭ બાચકા મળી આવેલ હોય અને આમ ત્રણેય શખ્સો પાસેથી ગ્લેજના બોઇલમીલમાાં વપરાતા પેબલના ૩૧ નંગ બચકા કિંમત રૂ.૬૦,૦૦૦/- તથા બાઇક મળી કુલ .૮૦,૦૦૦/- નો મુદામલ કબજે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,781

TRENDING NOW