મોરબીના મકનસર ગામના બસસ્ટેન્ડ નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામના બસસ્ટેન્ડ નજીક આરોપી માયાભાઈ ઉર્ફે મયુરભાઈ વિસાભાઈ કુંઢીયા (ઉ.વ.૩૫ રહે. મકનસર ગામ.તા.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.