(અહેવાલ : ભવિષ જોષી – હળવદ) પાટિયાગ્રુપ ની ફરતી લાઈબ્રેરી માં એક યશકલગી પાટિયાગ્રુપ હળવદ દ્વારા ફરતી લાયબ્રેરીમાં વધુ પસ્તકો લઈ આવ્યા એને ખાસ આજનો દિવસે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મોરારીબાપુના જન્મ દિવસ ને કેન્દ્રમાં રાખી મહિલાઓ બહેનો ને ખાસ આમંત્રણ આપી તેમના હસ્તે નવા નવા પુસ્તકો તરતાં મુકવામાં આવ્યા જેમાં સર્વે શ્રી ભારતી બહેન મહેતા( પીઠડ માતા મંદિરના સેવભાવી કાર્યકર),નમ્રતા બેન પરીખ સોનલબેન, કિજલબેન, જલપાબેન રાવલ, તન્વીબેન સોલંકી સૃષ્ટિ બેન ખાસ આમંત્રિત દિપકભાઇ ચૌહાણ પ્રાથમિક શિક્ષક હળવદ સત્યદેવ સાહેબ વિશાલભાઈ હાજરીમાં પુસ્તકો નું અથાણું પીરસી સૌને પ્રોત્સાહિત કરેલ સાથે આજના કાર્યક્રમ માં નમ્રતાબેન મહિલા પત્રકાર નું આ તકે પાટિયાગ્રુપ અને હળવદ મોઢવણિક સમાજ દ્વારા સન્નમાન કરવામાં આવ્યું અને છેલ્લે દિપકભાઇ ચૌહાણ દ્વારા હળવદ માં યોજાતા બ્લડ ડોનેશન કેમ્પની વિસ્તૃત જાણકારી આપી હતી આવનારા દિવસો મેગા બ્લડ ડોનેશન કેમ્પ ના કાર્યક્રમ માટે હળવદની પ્રજા સ્વયં જાહેરાત કરી આ કર્યક્રમ સફળ બનશે તેવી આશા વ્યક્ત કરેલ હતી