વાંકાનેર તાલુકાના જાલી બસ સ્ટેન્ડ નજીકથી દેશી બંદૂક સાથે નીકળેલા કાર ચાલકને વાંકાનેર પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારને મળેલ બાતમી આધારે એક શખ્સ સફેદ કલરની GJ- 03-IC-5544 આઈ ટ્વેન્ટિ કારમાં હથિયાર સાથે જાલી ચોકડીએ થી પસાર થઈ રહ્યો છે. જે ગુનાહિત કૃત્ય પેરવીમાં છે. આથી પોલીસે તાત્કાલિક દોડી જઇ વોચ ગોઠવી હુન્ડાઈ કંપની આઈ-૨૦ કાર નંબર GJ- 03-10-0554ને અટકાવી તલાસી લેતા કારચાલક શૈલેષ રાજાભાઈ શિહોરા (ઉવ-૨૪) રહે.કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાની કારમાંથી બંદુક તથા ૨- જીવતા કારતુસ ઝડપાયા હતા. જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આચરવાની