મોરબી તાલુકાના મોડપર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપી તથા ભોગબનનાર પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે હોવાની હકિકત પો.હેડ કોન્સ, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળતા પોલીસ ટીમ બનાવી પોરબંદર જિલ્લાના સોદ્યણા ગામે તપાસ અર્થે મોકલતા ત્યા જઇ તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને સોઢાણા ગામની આજુબાજુના વિસ્તારમાં રહી ખેતમજુરી કામ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વિઝલપર ગામે ખેતમજુરી કામ કયા જતા રહેલ હોવાની હકિકત મળતા વિંઝલપર ગામે તપાસ કરતા આરોપી પપ્પુભાઇ સોમાભાઇ દેલવાડીયા જાતે દેવીપુજક (ઉવ. ૨૭) રહે. મોડપર તા.જી.મોરબી વાળો તથા ભોગબનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા બન્નેના COVID-I9 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.