મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી સ્કુલ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી સ્કુલ નજીકથી આરોપી સ્મીતભાઇ અજયભાઇ કક્કડ (ઉ.વ.૨૦ રહે- શ્રધ્ધા પાર્ક, યમુનાનગરની બાજુમા મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ (કિં.રૂ.૩૦૦) ની સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.