Sunday, May 4, 2025

મોરબીમાં મમુ દાઢીના હત્યારા રાજકોટ અને જુનાગઢ વચ્ચે પકડાયા, વધુ પાંચ આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના શનાળા બાયપાસ નજીક ગત તા. ૮ ના રોજ રાત્રિના ૮ વાગ્યાના સુમારે ફાયરિંગ કરી મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી આ પ્રકરણમાં ૧૩ હત્યારાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી પૈકી ૫ આરોપીઓને પોલીસે ઝડપી જેલમાં ધકેલી દીધા હતા ત્યારબાદ આજે વધુ ૫ આરોપીઓ રાજકોટથી
જુનાગઢ પહોંચે તે પહેલાં પોલીસ આરોપીઓને
ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી વમુજબ મોરબીમાં શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ સીટી મોલની બાજુમાં નવા બનવા ઓવર બ્રીજ પાસે સર્વીસ રોડ ઉપર ફાયરીંગનો બનાવ સામે આવ્યો હતો જેમા ફોરટ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરીંગ થતા મહમદહનીફભાઇ ઉર્ફે મમુ દાઢી હનીફભાઇ કાસમાણી રહે. મોરબી ખાટકીવાસ
વાળાનુ બનાવ સ્થળે મોત થયુ હતું. આબનાવ અનુસંધાને મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ રફીકભાઈ રજાકભાઇ માંડવીયા, ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઈ યારમામદ બ્લોચ, રમીજભાઈ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમાઝ, એજાજ આમદભાઇ ચાનીયા સહિત ચાર
અન્ય આરોપીઓ માળી ૧૩ આરોપી વિરુધ્ધ ફરીયાદ
નોંધાવવામાં આવી હતી. જે આરોપીઓ પૈકી ઈસ્માઈલભાઈ યારમામદભાઈ બ્લોચ, ઇરફાનભાઇ ચારમામદભાઈ બ્લોચ, રીયાઝભાઇ રજાકમાઈ ડોસાણી, એજાજમાઈ આમદભાઇ ચાનીયા રહે. બધા મોરબી વાળાઓની ગત.તા.૧૦/૦૯/૨૧ના અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે બાદ
મુખ્ય કાવતરાખોર આરોપી રફીકભાઇ રજાકભાઈ માંડવીયા રહે.હાલ ટંકારા જી.મોરબી વાળાની અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ જે તમામ આરોપીઓ હાલ જેલ હવાલે હોય તે દરમિયાન આ ગુન્હામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરાર અમુક આરોપી રાજકોટથી જુનાગઢ જવાના હોય તેવી
ખાનગીરાહે ચોકકસ બાતમી મળતા પોલિસ તાબડતોબ રાજકોટ ગોડલ ચોકડી પાસે દોડી વોચ કરતા ફરાર આરોપી ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા જાતે-સંધી (ઉ.વ.૩૩) રહે. મોરબી કાલીકા પ્લોટ, અસ્લમ ઉર્ફે ટાવર અકબરભાઈ કલાડીયા જાતે-ધંચી (ઉં, વ.૩૮) રહે. મોરબી વીસીપરા, રમીજ
હુસેનભાઈ ચાનીયા (ઉં,વ,૨૬) રહે.મોરબી કાલીકા પ્લોટ, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ (ઉ.વ.૨૮) રહે.મોરબી કબીર ટેકરી પર સુનીલ ઉમેશભાઈ સોલંકી (ઉ.વ.૨૮) રહે.ખોરાણા તા.જી. રાજકોટ વાળાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે વધુ પૂછપરછ આરોપીઓએ ગુન્હો કબુલ્યો હતો. પોલીસે આગળની
વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW