વાંકાનેર તાલુકાના મહિકા ગામેં સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ પાડી જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને પકડી પાડયા હતા. પોલીસે પત્તાપ્રેમીઓના કબ્જામાંથી એક લાખથી વધુનો મુદામલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે સતિરાભાઇ નરશી સોંલકી રહે.વાંકાનેર નવાપરાવાળો શખ્સ પોતાના બનેવીની મહીકા ગામની સીમમાં
આવેલ વાડીની ઓરડીમાં જુગારીયોને ભેગા કરી જુગારના સાધન સગવડ પુરી પાડી જુગાર રમી રમાડતા પોલીસે બાતમીને આધારે રેઇડ પાડી હતી.
પોલીસે રેઇડ દરમ્યાન સતિષભાઈ નરશીભાઇ
સોંલકી (ઉવ.૩૦રહે.નવાપરા રોરી ને.-૪ વાંકાનેર) સંતોષભાઇ રામજીભાઈ રાઠોડ, (ઉવ.૫૦રહે. વીશીપરા, વાંકાનેર),હુશેનભાઈ અલીમામદભાઇ શેખાણી (ઉવ.૩૨ રહે.લક્ષ્મીપરા
વાંકાનેર), મુકેશભાઇ રમેશભાઇ ડાભી (ઉવ.૪૦
રહે.નવાપરા,વાંકાનેર), મનોજભાઇ મેમ્ભાઇ રાઠોડ (ઉવ.૩૬ રહે.નવાપરા, વાંકાનેર), મનોજભાઇ ગીરધરભાઇ ડાભી (ઉવ.૩૧રહે.નવાપરા, વાંકાનેર જી.મોરબી) ને રોકડ રકમ રૂ.૧,૦૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.