ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક પહેલા માળેથી પડી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે જે.પી. રોપ્સ એન્ડ ટીવન્સ કારખાનાની ઓરડીમાં રહેતા ૩૦ વર્ષીય અમરશીભાઈ મનરખનસીંગ લોધીરાજપુત ગઈ કાલના રોજ પહેલા માળેથી પડી જતાં ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાઈ જતાં ફરજપરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.